સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન (ટી.એસ.સી)

યોજનાનો હેતુ

 • ગ્રામ્ય કક્ષાએ સંપૂર્ણ સ્વચ્છતા, ગ્રામ સફાઈ, ઉકરડા તેમજ ગ્રામ્ય સુખકારી માટે વ્યક્તિગત-સામુહિક,પ્રા.શાળા આંગણવાડીમાં શૌચાલય સુવિધા પુરી પાડવી

નાણાંકીય સહાય (તા.1/4/06 થી તમામ પ્રકારના બાંધકામ સામે દર્શાવ્યા મુજબના સુધારા અમલમાં છે.)વ્યક્તિગત શૌચાલય : (મહતમ રૂ।. 1200/- માત્ર બીપીએલ માટે)

ક્રમ   કેન્દ્ર લાભાર્થી કુલ રૂ।.
1 ડાયરેક્ટ પીટ 60 ટકા 20 ટકા 1200.00
2 ઓફસેટ પીટ 30 ટકા 40 ટકા 1200.00

ક્રમ   કેન્દ્ર રાજય કુલ રૂ।.
1 પ્રાથમિક શાળા 70 ટકા 30 ટકા 20000.00
2 આંગણવાડી 30 ટકા 30 ટકા 5000.00
3 સામુહિક શૌચાલય(1 ગામ 1 યુનિટ) 70 ટકા 20 ટકા 20000.00
20 ટકા લોક ફાળો

લાયકાત/ધોરણ

  વ્યક્તિગત કિસ્સામાં
 • અનુ.જાતિ,અનુ.જનજાતિ અન્ય બીપીએલ લાભાર્થી
 • પ્રાથમિક શાળાઓ જ્યાં શૌચાલય સુવિધા નથી તેવી પ્રા.શા.
 • સામુહિક શૌચાલય ગ્રામ પંચાયત વિસ્તાર નિશ્ર્ચિત કરે તે મુજબ.

સમય મર્યાદા

 • વર્ષ-2003 થી 2008 પાંચ વર્ષ

યોજના હેઠળ લાભ લેવા કોનો સંપર્ક કરવો

 • ગામ માટે ‘ગ્રામ સુખાકારી સમિતિ‘ અને ગ્રામપંચાયત તથા તાલુકા માટે ’તાલુકા સુખાકારી સમિતિ’ અને તાલુકા પંચાયત તથા જિલ્લા માટે’ જિલ્લા સુખાકારી સમિતિ ‘ જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો પણ સંપર્ક કરી શકાય.

વ્યક્તિગત શૌચાલય :

 • બી.પી.એલ. લાભાર્થી - રૂ. 3200 + 1244 (રૂ. 1244 નરેગા યોજનામાંથી)
 • એ.પી.એલ. લાભાર્થી - રૂ. 2000 + 1244 (એસ.સી./એસ.ટી. રૂ. 1244બ નરેગા યોજનામાંથી)
 • શાળા શૌચાલય - રૂ. 35000
 • આંગણવાડી શૌચાલય - રૂ. 8000
 • (પ્રા.શાળા/આંગણાડી જયાં શૌચાલયની સગવડ નથી તેવી પ્રા.શાળાઓ અને આંગણવાડીઓ - સામુહીક શૌચાલય - રૂ. 2,00,000/- (એક યુનિટ 20 ટકા લોકફાળા સાથે) (ગ્રા.પં. નિશ્ચિત કરે તે મુજબ)