શ્રમયોગી યોજના

ગ્રામ ગરીબીરેખા હેઠળ જીવતા પરિવારો પૈકી ગામદીઠ 5 અતિ ગરીબોના કૌટુબિંક  સામાજીક અને આર્થિક ઉત્થાન માટે તા.31-7-2003 થી 5 વર્ષ માટે શ્રમયોગી યોજના રાજ્ય સરકાર દ્રારા અઢી અઢી વર્ષના બે તબક્કામાં અમલમાં મુકવામાં આવેલ છે.

શ્રમયોગી યોજના હેઠળ ગ્રામ્ય ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો પૈકી 5 અતિ ગરીબ શ્રમયોગી પરિવારોને ગ્રામ સભા દ્રારા પસંદ કરવામાં આવે છે.

શ્રમયોગી યોજના હેઠળ આવા 5 અતિ ગરીબ ગ્રામ્ય શ્રમયોગી પરિવારોને સમય મર્યાદામાં પગભર કરવા માટે પાંચ પ્રકારની ગેરંટી રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવે છે.

 • 150 દિવસની રોજગારી આપવી.
 • 5 ફળાઉ ઝાડ પુરા પાડવા.
 • આવાસનો લાભ આપવો.
 • નાનુ ઢોર ઉપલબ્ધ કરાવવું (દા.ત. ઘેટા, બકરાં, મરઘા, વગેરે)
 • કૌશલ્ય સુધારણાની તાલીમ

શ્રમયોગી પરિવારોની રાજ્ય સરકાર દ્રારા પાંચ પ્રકારની ગેરંટી આપવામાં આવેલ છે. તેની સાથે સાથે શ્રમયોગી પરિવારો પાસે પાંચ પ્રકારની અપેક્ષાઓ કરવા માં આવેલ છે.

 • ગ્રામ સભાની બેઠકમાં ફરજિયાત હાજરી
 • શ્રમયોગી પરીવારોના બાળકો નો શાળામા ફરજિયાત પ્રવેશ
 • બાળકોનુ રસીકરણ
 • કુટુંબ નિયોજન અપનાવવું
 • નશાબંધીનું પાલન કરવું

 રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેસલ શ્રમયોગી યોજના હેઠળ શ્રમયોગી પરિવરોને સરકારશ્રીની અમલ માં મુકાયેલ તમામ કલ્યાણકારી યોજના હેઠળ આપવાના થતા લાભો પુરા પાડવા અગ્રીમતા અપવામાં અવશે. શ્રમયોગી પરિવારોને મળવાપાત્ર લાભો નીચે જર્શાવ્યા મુજબ છે.

 • 150 દિવસની રોજગારી
 • ઈન્દીરા આવાસ કે સરદાર આવાસમાં અગ્રતા
 • શ્રમયોગી પરીવારોને પાંચ ફળાઉ ઝાડ પુરા પાડવામાં આવશે.
 • પેન્શન યોજનામાં અગ્રતા
 • બાલીકા સમૃધ્ધિ યોજનામાં અગ્રતા
 • બી.પી.એલ. રેશનકાર્ડની બાહેંધરી
 • કુટુંબની એક વ્યકતિને જરૂરિયાત મુજબ કૌશલ્ય સુધારણા તાલીમ
 • સ્વરોજગારી ઇચ્છતા કુટુંબોને લોન-ધિરાણમાં અગ્રતા
 • શ્રમયોગી પરિવારોને નાનુ ઢોર પુરું પાડવું. (દા.ત. ઘેટાં, બકરાં, મરઘા,વગેરે)

યોજના હેઠળ લાભ લેવા કોનો સંપર્ક કરવો

 • ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત કચેરી અને જિલ્લા કક્ષાએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સંપર્ક કરવાનો રહેશે.

યોજનાનું અમલીકરણ કોણ કરે છે ?

 • યોજનાનું અમલીકરણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ તાલુકા પંચાયત કરે છે તેમજ બેંક તથા અન્ય નાણાંકીય સંસ્થાઓ અને અન્ય લાઇન ડિપાર્ટમેન્ટ આ યોજનાના અમલીકરણમાં સહયોગ આપશે.