સ્વર્ણજ્યંતિ ગ્રામ સ્વરોજગાર યોજના : (એસ.જી.એસ.વાય.)

યોજનાનો હેતુ: સ્વનિર્ભર જુથ (એસએચજી) જુથની રચના કરવી. ઓછામાં ઓછા 11, અને વધુમાં વધુ 20 સભ્યોનું જુથ રચી  ગરીબી રેખાહેઠળના કુટુંબોને આર્થિક સ્વરોજગારી પુરી પાડવી તેના દ્રારા ક્રમશઃ ગરીબી રેખાથી ઉપર લાવવા.

જરૂરીયાત અને સહાયના ધોરણો: આર્થિક પ્રવૃત્તિ સ્વરોજગારી, ધંધો કરવા માટે ખેતીવાડી તથા ડેરી ઉધોગ , પશુપાલન ઉધોગ , સિંચાઇ તેમજ વિવિધ આર્થિક સ્વરોજગારી માટે અતિગરીબ કુટુંબોના વ્યક્તિ/જૂથો (એસએચજી)ને રાજ્ય સરકાર/કેન્દ્ર સરકાર દ્રારા સહાય-લોન પુરી પાડવી.

  • જનરલ કેટેગરીના બીપીએલ પ્રોજેક્ટ કોસ્ટના 30 ટકા પરંતુ રૂ।.7,500/- મર્યાદા સબસીડી માટે.
  • મહત્તમ સબસીડી અનુ.જાતિ/અનુ.જનજાતિ માટે પ્રોજેક્ટ કોસ્ટના 50 ટકા સુધી પરંતુ સબસીડી મહત્તમ રૂ।. 10,000/-ની મર્યાદા.
  • સ્વસહાય જુથના કિસ્સામાં પ્રોજેક્ટ કોસ્ટના 50 ટકા સભ્ય દીઠ રૂ।.10,000/-અથવા રૂ।. 1.25 લાખ ત્રણમાંથી ઓછી હોય તે મુજબ સબસીડી.
  • સિંચાઈના પ્રોજેક્ટમાં સબસીડીની મર્યાદા કાંઈ જ નહીં.

લાયકાત: અનુ.જાતિ, અનુ.જનજાતિ, બક્ષીપંચ કે જનરલ કેટેગરીના ગરીબી રેખા હેઠળના કુટુંબોની વ્યક્તિ અને સ્વસહાય જૂથના સભ્યો.

સમય મર્યાદા: યોજના વાર્ષિક ધોરણે જે તે નાણાંકીય વર્ષમાં અમલમાં રહે છે. ફક્ત બેંકો દ્રારા વ્યક્તિ/જુથોની લોન કેશની અરજી પડતર રહેતો પછીના નાણાંકીય વર્ષમાં મંજૂરી માટે પ્રક્રિયા કરી શકાય.