સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના (એસ.જી.આર.વાય.)

યોજનાનો હેતુ: ગ્રામીણ વિસ્તારમાં સામુહિક, સામાજીક, આર્થિક ટકાઉ અસ્કયામતોનું નિર્માણ તે દ્રારા આંતર માળખાકીય સુવિધાનું નિર્માણ અને ગ્રામ્ય વિસ્તારોમાં પુરક વેતન રોજગારી પુરી પાડી તે દ્રારા અન્ન અને વેતનની ખાત્રી આપતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી યોજના અમલમાં.

કાર્યક્રમની અમલવારીના ધોરણો: પંચાયતી રાજ સંસ્થાઓ જેવી કે જિલ્લા પંચાયત, તાલુકા પંમાયત અને ગ્રામ પંચાયતો દ્રારા કાર્યક્રમનો 100 ટકા અમલ નીચે મુજબના ધોરણે અમલમાં નાણાંકીય ફાળવણીના ધોરણે.

  • જિલ્લા પંચાયત : 50ટકા વાર્ષિક જોગવાઇ પૈકી
  • તાલુકા પંચાયત : 30ટકા વાર્ષિક જોગવાઇ પૈકી
  • ગ્રામ પંચાયત : 20ટકા વાર્ષિક જોગવાઇ પૈકી

લાયકાત અને અમલવારીનો કાર્યક્રમ: આ યોજના હેઠળ નાણાંકીય ફંડ ત્રણે સ્તરની પંચાયતી રાજ સંસ્થાઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંયાયત માટે ઉપલબ્ધ.

સમય મર્યાદા: યોજનાનો સમય જે તે નાણાંકીય વર્ષનો રહેશે.