મિશન મંગલમ્

 • મિશન મંગલમની શરૂઆત તા.31-03-2011 થી આવતા 4 વર્ષ માટેની છે.
 • મિશન મંગલમના અમલીકરણ માટે કંપની એક્ટ 1956 મુજબ ગુજરાત લાઈવલીગુડ પ્રમોશન કંપની રચના કરવામાં આવેલ છે.

યોજનાનો ઉદ્દેશ્ય :

 • આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબોને શાહુકારોના ઋણચક્રના કબજામાંથી મુક્ત કરવાનો છે.
 • ગરીબી રેખા નીચે જીવતા લોકોને સ્વરોજગારી પુરી પાડી ગરીબી રેખામાંથી બહાર લાવવાનો છે.
 • ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં એકતા તથા બચતવૃતિ કેળવાય તેમજ તેમની નાની મોટી દરેક આર્થિક જરૂરીયાતો પુરી પાડવા માટે સહાય આપવાનો છે.

મિશન મંગલમ યોજનાની કામગીરી :

 • 10 થી 20 સભ્યો સાથે મળી મંડળીની રચના કરે છે. દર મહિને નિયમિત બચત કરે છે. જે બચત પૈકી આંતરિક ધિરાણ કરવાનું છે.
 • સભ્ય દિઠ માસિક બચત રૂ. 50 થી 200 સુધી કરાય છે.
 • આ સ્વસહાય જુથોને ઓછામાં ઓછા રૂ. 50,000/- થી વધુમાં વધુ રૂ. 1,00,000/- ની મર્યાદામાં તેમી બચતના પ્રમાણમાં કેશ ક્રેડીટ મળવા પાત્ર છે.
 • આવા જુથોને આજીવિકા મળી રહે તે માટે તેમને સંગઠીત કરી, જાગૃત કરી, કૌશલ્ય વર્ધક તાલીમો આપવામાં આવે છે.
 • ત્યારબાદ બેંક પાસેથી યોગ્ય નાણાંકીય સહાય પુરી પાડી વેચાણ માટે બજાર સાથે જોડવામાં આવે છે. આમ કાયમી સ્વરૂપે આજીવિકા મળી રહે તેવા પરિણામલક્ષી ઉદ્દેશ્ય છે.

આ યોજનાના અમલીકરણ માટે નીચે પ્રમાણેના અધિકારીશ્રીઓની નિમણુંક કરે છે.

 1. રાજ્ય કક્ષાએ :
  • મેનેજીંગ ડીરેક્ટરશ્રી, જી.એલ.પી.સી. ગુજરાત.
  • જનરલ મેનેજરશ્રી, જી.એલ.પી.સી. ગુજરાત.
  • પ્રોજેક્ટ મેનેજરશ્રી, જી.એલ.પી.સી. ગુજરાત.
 2. જીલ્લા કક્ષાએ :
  • નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ.
  • જિલ્લા લાઈવહુડ મેનેજરશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ.
  • આસીસ્ટન્ પ્રોજેક્ટ મેનેજર જિલ્લા.
 3. તાલુકા કક્ષાએ :
  • તાલુકા વિકાસ અધિકારીશ્રી.
  • તાલુકા લાઈવહુડ મેનેજરશ્રી.
  • આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરશ્રી.
 4. ગ્રામ્ય કક્ષાએ :
  • કલસ્ટર કો. ઓર્ડીનેટર
  • આંગણવાડી કાર્યકર

યોજનામાં જોડાવવા માટેની પ્રક્રિયા :

 • સખીમંડળ બનાવવાની પ્રક્રિયા
  1. મંડળમાં જોડાવવા માટે 0 થી 16 ના બી.પી.એલ. સભ્યોની પસંદગી કરવી.
  2. મંડળના સભ્યો પસંદ થઈ જાય ત્યારબાદ તેમાંથી લીડર / ઉપલીડરની નિમણુંક કરવી.
  3. મંડળનું નામ નક્કી કરી મંડળના સભ્યોની માસિક બચત નક્કી કરી બેંકમાં ખાતુ ખોલાવવું.

દેના આર સેટી

 • દેના આર સેટી દ્વારા વિવિધ પ્રકારની સ્વરોજગાર માટેની તાલીમ અપાય છે.
 • તાલીમ સેન્ટરમાં તાલીમના દિવસો દરમ્યાન રહેવા તથા જમવાની સગવડ મફતમાં આપવામાં આવે છે.
 • તાલીમ લીધેલ તાલીમાર્થીઓને બેંક દ્વારા સબસીડી યુક્ત લોન વિવિધ સંસ્થાઓમાંથી મળે છે.
સંપર્ક -  નિયામકશ્રી,
દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા
બાબુ બંગલાની સામે, પાટણ.
ફોન નંબર - (02766) 222352

એસ.એસ.વાય. અંતર્ગત સહાયનું ધોરણ :

 • સ્વસહાય જુથ :  
  મહત્તમ રૂ. 1.25 લાખ અથવા ધિરાણના 50 % અથવા સભ્ય દિઠ રૂ. 10,000/- ત્રણમાંથી જે ઓછું હોય તે.
 • વ્યક્તિગત જુથ :  
  એસ.સી./એસ.ટી./અપંગને 50% મુજબ રૂ. 10,000/- ની મર્યાદામાં
 • અન્ય :  
  30 % મુજબ રૂ. 7500/- ની મર્યાદામાં
  ઉક્ત મુજબ તમામ લાભ 0 થી 16 સ્કોરના બી.પી.એલ. લાભાર્થીઓને મળવા પાત્ર છે.

તમે શું મદદ કરી શકો ?

 • નિષ્ક્રિય જુથોને સક્રિય કરવા પ્રોત્સાહન આપી શકો.
 • નવા મંડળો રચન ગ્રામજનોને પ્રોત્સાહન તથા માહિતગાર કરી શકો.
 • યોજનાકીય માહિતી તમામ ગ્રામજનો સુધી પહોંચાડી શકો.
 • સ્વરોજગાર માટે તાલીમાર્થીઓ તૈયાર કરી તાલીમ અપાવી શકો.

આવનાર ચાર વર્ષની વ્યુહ રચના :

 • ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને વાર્ષિક રૂ. 30,000/- થી વધુ આવક મેળવતા કરાશે.
 • 250000 સખીમંડળોને કાર્યન્વીત કરવામાં આવશે જેમાં 30 લાખ કરતા વધારે લાભાર્થી બહેનોને મદદ પહોંચાડવામાં આવશે.
 • સામાજીક આર્થિક સશક્તિકરણ કરવામાં આવશે.
 • ગરીબી દુર કરવા અસરકારક ભુમિકા ભજવવામાં આવશે.